3 સેકન્ડમાં જ દેશભરમાં છવાઈ ગયા ટ્રાફિક પોલીસના આ જવાન

Jun 08,2018 6:16 PM IST

રાયગઢઃ એક કોસ્ટેબલે તેના જીવના જોખમે એક વૃદ્ધનો જીવ બચાવ્યાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સાંકડા ટ્રાફિકવાળા રોડ પર એક વૃદ્ધ ચાલી રહ્યા છે. આ વૃદ્ધની એકદમ પાછળ ટ્રક આવી રહ્યો છે. આ દૃશ્ય ટ્રાફિક મેન જોતાં જ તે વૃદ્ધને ટ્રકની અડફેટે આવતાં ખેંચી લે છે અને પોતાના જીવના જોખમે વૃદ્ધનો જીવ બચાવે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકો ટ્રાફિક પોલીસની પ્રસંશા કરી રહ્યા છે.