કરતારપુર / કોંગ્રેસ કાર્યકર્તાઓએ કરતારપુરમાં સિદ્ધુ-ઈમરાનના હોર્ડિંગ લગાવ્યા

Nov 06,2019 1:05 PM IST

કોંગ્રેસી કાર્યકર્તાઓએ કરતારપુર કોરિડોર માટે નવજોત સિંહ સિદ્ધુ અને પારકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને હીરો ગણાવ્યા છે. અમૃતસર નગર નિગમના કાઉન્સિલર હરપાલ સિંહ વેરકાએ મંગળવારે સિદ્ધુ અને ઈમરાનના હોર્ડિંગ પણ લગાવ્યા હતા. આ અંગે રાજ્યના ભાજપ પ્રવક્તા રાજેશ હનીએ કહ્યું કે, હોર્ડિંગથી સાબિત થાય છે કે સિદ્ધુ ભારતમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટ છે. ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ અંગે લગાવાયેલા સિદ્ધુ અને ઈમરાનના હોર્ડિંગ્સને થોડાક કલાકોની અંદર અંદર ઉતારી લેવાયા હતા. હોર્ડિંગમાં લખ્યું હતું કે, ‘કરતારપુર કોરિડોરને ખોલાવનારા સાચા વ્યક્તિઓ (અસલી હીરો) નવજોત સિંહ સિદ્ધુ , આપણે પંજાબીઓ છાતી ઠોકીને કહીશું કે, કરતારપુનો રસ્તો ખોલાવવા માટેનો શ્રેય સિદ્ધુ અને ઈમરાનને જાય છે, કારણ કે આપણે લોકો સ્વાર્થી નથી’;