• Home
  • Gujarati Videos
  • News
  • Congress vidhansabha kuch at satyagrah chhavani at gandhinagar on winter session of Gujarat Legislative Assembly

કોંગ્રેસની વિધાનસભા કૂચ પર વોટર કેનનથી પાણીમારો, અમિત ચાવડા સહિતના નેતાની અટકાયત

Dec 09,2019 12:28 PM IST

ગાંધીનગર: આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી. જોકે થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીમારો કરીને કૂચને આગળ વધતી અટકાવવામાં આવી હતી. તેમાંથી અમિત ચાવડા, ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચનો પ્રારંભ કર્યો હતો. અહીં વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણી ખાતે વિધાનસભા કૂચ પહેલા કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના કોંગ્રેસના નેતા એકઠા થયા હતા અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકારને ઘેરવા માટે રાજ્યભરમાંથી કોંગી કાર્યકરો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. અહીં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. બેનર સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું.