• Home
  • Gujarati Videos
  • News
  • 'ચોકીદાર ચોર છે'ના નિવેદન પર રાહુલનો સુપ્રીમમાં અફસોસ, કહ્યું- પ્રચારની ઉત્તેજનામાં આવું નિવેદન નીકળી ગયું,Congress President Rahul Gandhi regretted that he gave the statement on Rafale verdict to Supreme Court

લોકસભા / 'ચોકીદાર ચોર છે'ના નિવેદન પર રાહુલનો સુપ્રીમમાં અફસોસ, કહ્યું- પ્રચારની ઉત્તેજનામાં આવું નિવેદન નીકળી ગયું

Apr 22,2019 2:13 PM IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે તેઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તેજનામાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું, જે માટે તેમને અફસોસ છે. રાહુલે રાફેલ મામલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે ચોકીદાર ચોર છે. રાહુલના આ નિવેદન પછી ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ અરજી દાખલ કરી રાહુલ ગાંધી વિરૂદ્ધ કોર્ટની અવગણના ફરિયાદ દાખલ કરી હતી.