MP: રાહુલે 28 બેઠકો પર અસર પાડનારી મા પીતામ્બરા પીઠ સમક્ષ માથું ટેકવ્યું

Oct 15,2018 4:28 PM IST

ગ્વાલિયર/દતિયાઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મધ્યપ્રદેશના દતિયામાં મા પીતમ્બરા શક્તિ પીઠમાં પૂજા-અર્ચના કરી. આ દેવી સ્થળ પર આવનારા ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે. આ પહેલાં અહીં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી આવ્યાં હતા. આ શક્તિ પીઠ રાજ્યની લગભગ 28 સીટ પર અસર કરે છે. શત્રુનાશ માટે થાય છે અહીં અનુષ્ઠાન - મા પીતામ્બરાને શત્રુનાશની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. જ્યાં રાજસત્તા પ્રાપ્તિ માટે અનુષ્ઠાન કરવામાં આવે છે. એક સમયે અહીં શ્મશાન પર હતું. આ પીઠની સ્થાપના 1935માં થઈ હતી. 1962માં ચીન આક્રમણની સમયે રાષ્ટ્ર રક્ષા માટે તત્કાલીન વડાપ્રધાન નેહરૂએ અહીં અનુષ્ઠાન કરાવ્યું હતું. જો કે તેઓ પોતે ત્યાં ગયા ન હતા. કહેવાય છે કે આ યજ્ઞની અંતિમ આહુતિની સાથે જ યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું.