વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ એક્સપ્રેસ હાઈવે પર ટાયરો સળગાવી કર્યું વિરોધ પ્રદર્શન

Sep 10,2018 4:41 PM IST

વડોદરા: મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવો અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. દ્વારા શહેરના પંડ્યા બ્રિજ, સમા રોડ તેમજ એક્સપ્રેસ હાઇવે ઉપર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યકરો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસે આંદોલન કારીઓની અટકાયત કરી લીધી હતી.