સુરત / સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતને લઈને કોંગ્રેસની મહિલાઓએ આવેદનપત્ર આપ્યું

Jan 06,2020 11:48 PM IST

સુરતઃરાજ્યમાં બાળકોના મોતને લઈને કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 2019ના વર્ષ દરમિયાન 699 બાળકોના મોતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં પાંખી સંખ્યામાં ગણી ગાંઠિ કોંગ્રેસની મહિલાઓ દેખાઈ હતી. જેમણે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા. સાથે જ રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી.