ડબલ રોલ / બુધવારે CMએ કહ્યું-ભ્રષ્ટાચાર સિસ્ટમનો ભાગ, શુક્રવારે ભ્રષ્ટાચાર સામે બોલનાર અધિકારીને સસ્પેન્ડ કર્યાં

Dec 28,2018 8:04 PM IST

અમદાવાદઃ મુખ્યમંત્રીએ રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત સચિવ રહી ચૂકેલા અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કર્યા છે. અનિલ પટેલને યાત્રાધામ બોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથેની વાતચીતમાં ખુલ્લો પાડવાને લઈ ફરજ મોકુફ કર્યા છે. જો અધિકારીઓને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે સસ્પેન્ડ કરાશે તો ભવિષ્યમાં કયો અધિકારી ભ્રષ્ટાચારને લઈ મોં ખોલી શકશે તે પણ એક અકળાવનારો સવાલ છે.