રૂપાણી / MOUની માહિતી આપવા પત્રકારોને બોલાવ્યા, 5 કંપનીનાં નામની શું જરૂર? અ...અ..આવશે-આપીશું: રૂપાણી

Jan 22,2019 8:09 PM IST

અમદાવાદઃ વાઈબ્રન્ટ 2019માં થયેલા એમઓયુની માહિતી આપવા મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. આ દરમિયાન મીડિયાએ એમઓયુની વિગતો અને રોજગારીથી લઈ બીજી તમામ બાબતો અંગે વિગતવાર માહિતી માંગી હતી. પરંતુ પત્રકારોને બોલાવ્યા બાદ સીએમએ માત્ર આવશે આવશે, સમયોચિત આપીશું...આપીશું એવા જવાબો આપ્યા હતાં. આ દરમિયાન મુખ્યમંત્રી મૂડીરોકાણ અને રોકાણ કરનારી પાંચ કંપનીઓના નામ પણ આપી શક્યા નહોતા. આ પત્રકાર પરિષદમાં રૂપાણીએ વાઇબ્રન્ટની વાહ વાહ કરવાના પ્રયાસો કર્યા હતાં. પરંતુ તેમની પાસે એમઓયુ સંબંધિત કોઈ ઠોસ માહિતી નહોતી. તેમજ અસહજ લાગતા રૂપાણીએ આ મામલે વાઈબ્રન્ટ સમિટની કામગીરી હજુ ચાલુ હોવાનું રટણ કર્યું હતું. વાઈબ્રન્ટ સમિટના ઉદ્દઘાટનમાં પીએમ મોદી સહિત અનેક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. પરંતુ મોદી રવાના થયા બાદ વાઈબ્રન્ટ સાવ ફ્લોપ ગઇ હતી.