CM વિજય રૂપાણીએ ટેટોડામાં પશુ હોસ્પિટલને ખુલ્લી મૂકી, અન્ય લોકાર્પણ પણ કરશે

Aug 08,2019 3:00 PM IST

ડીસા: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ગુરુવારે ડીસામાં પશુ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ સિવાય તેઓ ડીસા શાંતીધામ ખાતે પ્રાર્થના હોલ અને જુના ડીસામાં ઓસ્વાળ કોલેજનું લોકાર્પણ કરશે. જ્યાં તેમને આવકારવા લોકોમાં ઉત્સાહ છવાયો હતો. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ડીસા ખાતે ત્રિ-વિધિય કાર્યક્રમનું વિધિવત લોકાર્પણ કરનાર છે. જેમાં પ્રથમ ડીસા તાલુકાના ટેટોડા ગામે ગૌશાળામાં પશુ હોસ્પિટલ, ડીસા શાંતીધામ ખાતે પ્રાર્થના હોલ અને જુના ડીસા ઓસ્વાળ કોલેજનું લોકાપર્ણ કરશે.