ગુજરાત ATSએ આતંકીનો સ્કેચ રાજ્યભરની પોલીસને મોકલ્યો, રૂપાણીએ કહ્યું રેકોર્ડ પર આવું કંઇ નથી

Aug 19,2019 3:30 PM IST

રાજકોટ: ભારતભરમાં 15 ઓગષ્ટને લઇ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ચાર આતંકી ઘૂસ્યા હોવાના ઇનપુટ મળી રહ્યા છે જેમાંથી એક અફઘાન આતંકીનો સ્કેચ ગુજરાત એટીએસ રાજ્યભરની પોલીસને મોકલ્યો છે. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે આવી વાત કોઇ રોકર્ડ પર નથી. મીડિયામાં આવી રહ્યું છે તે વધુ પડતું છે. ગુજરાત એટીએસ અને મુખ્યમંત્રીની વાતમાં મતભેદ જોવા મળી રહ્યો છે.