નવા વિડિઓ

 • નીતિનભાઈએ કોથળામાંથી બિલાડું કાઢ્યુંઃ ખેડૂતને 2 લાખની અકસ્માત સહાય લેવા માટે પહેલાં મરવું પડશે 00:59

  નીતિનભાઈએ કોથળામાંથી બિલાડું કાઢ્યુંઃ ખેડૂતને 2 લાખની અકસ્માત સહાય લેવા માટે પહેલાં મરવું પડશે

 • ડિલેવરીના 15 દિવસ બાદ જ પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત 01:16

  ડિલેવરીના 15 દિવસ બાદ જ પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત

 • મૌની રોયનો સદગુરુને સવાલ, પુરુષ અને સ્ત્રીનાં સંબંધો આટલા જટિલ કેમ બની જાય છે? 04:31

  મૌની રોયનો સદગુરુને સવાલ, પુરુષ અને સ્ત્રીનાં સંબંધો આટલા જટિલ કેમ બની જાય છે?

 • મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો 00:43

  મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો

 • 'લગે રહો ગુજ્જુભાઈ'ની સફળતા માટે સિદ્ધાર્થ રાંદેરિયાને ભગવાને આ રીતે કરી હતી મદદ 01:10

  'લગે રહો ગુજ્જુભાઈ'ની સફળતા માટે સિદ્ધાર્થ રાંદેરિયાને ભગવાને આ રીતે કરી હતી મદદ

 • Clash Between ABVP And NSUI In MSU Campus Vadodara 01:34

  વડોદરાઃ MSUમાં બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી, યુવતીની છેડતીનો આક્ષેપ

  વડોદરાની MSUમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. વિરોધ કાર્યક્રમમાં એબીવીપી અને એનએસયુઆઇના કાર્યકરો સામસામે આવી જતાં છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. મારામારી થતાં યુનિવર્સિટી પરિસરમાં થોડી વાર માટે અફરાતફરી થઈ હતી. એબીવીપી દ્વારા યુનિવર્સિટીઓમાં જેએનયુના વિરોધ રાષ્ટ્રવ્યાપી એલાન આપ્યું હતું. જેના ભાગરૂપે એમ.એસ. યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ સમયે એનએસયુઆઈની યુવતીઓ પહોંચી હતી અને તેઓએ એબીવીપી પર યુવતીઓની છેડતીનો આરોપ લગાવ્યો હતો. આ આક્ષેપ બાદ ઘર્ષણ થયું અને બંને જૂથો મારામારી પર ઊતરી આવ્યા હતા. બનાવની જાણ યુનિવર્સિટીના વિજીલન્સ વિભાગ અને સયાજીગંજ પોલીસને થતાં તુરત જ તેઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

  3K વ્યુઝ
 • gujarat government announcement double maintenance for accidental death of farmer 00:59
  સમાચાર

  નીતિનભાઈએ કોથળામાંથી બિલાડું કાઢ્યુંઃ ખેડૂતને 2 લાખની અકસ્માત સહાય લેવા માટે પહેલાં મરવું પડશે

  ગાંધીનગર: ગઈકાલે ધારાસભ્યો, મંત્રીઓના પગારમાં ધરખમ વધારો કર્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી હતી. સંવેદનશીલ સરકાર હોવાના ગાણાં ગાતી સરકારે ખેડૂતોને મરવા પર પરિવારજનોને એક લાખને બદલે 2 લાખ આપવાની જાહેરાત કરી હતી. ખેડૂતના પરિવારને સહાય કરવી હોય તો ખેડૂતે પહેલા મરવું પડે તેવી સરકારની જાહેરાત છે. સહાયને ડબલ કરી દેવામાં આવી છે.

 • Moradabad: Two girls were drown during Ganapati Visarjan 00:43
  સમાચાર

  મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો

  નેશનલ ડેસ્કઃ દેશભરમાં અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ગણેશ વિસર્જન વખતે થયેલી એક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં ગણેશ વિસર્જન વખતે બે યુવતીઓ નાહી રહી હતી. ત્યારે અચાનક બંને યુવતીઓ ડૂબવા લાગી. ત્યાં હાજર લોકોનું ઘટના પર ધ્યાન જતાં તેઓએ બંને મહિલાઓને તરત જ બચાવી લીધી હતી. આ મામલે તંત્ર પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

 • God helped Siddharth Randaria to succeed in 'Lage Raho Gujjbhai'. 01:10
  સમાચાર

  'લગે રહો ગુજ્જુભાઈ'ની સફળતા માટે સિદ્ધાર્થ રાંદેરિયાને ભગવાને આ રીતે કરી હતી મદદ

  લગે રહો ગુજ્જુભાઈ હોય કે ગુજ્જુભાઈ સિરીઝનું કોઈ પણ નાટક લગભગ બધા નાટકો વખણાયા છે.આ નાટકોથી જ સિદ્ધાર્થ રાંદેરિયાને ગુજ્જુભાઈ જેવું હુલામાણું નામ મળ્યું છે.લગે રહો ગુજ્જુભાઈના અત્યાર સુધીમાં 750 જેટલા શો થયા છે જે નાટ્ય જગતની ઐતિહાસીક ઘટના મનાય છે.જોકે બહું ઓછા લોકોને ખબર છે કે આ નાટક જે નાટક પરથી બન્યું છે તે મૂળ મરાઠી નાટક ફ્લોપ સાબિત થયું હતું.

 • PM narendra modi takes metro ride in delhi 01:26
  સમાચાર

  IICCની આધારશિલા મૂકવા મેટ્રોની મુસાફરી કરી પહોંચ્યા મોદી, મુસાફરોએ લીધી સેલ્ફી

  નવી દિલ્હીઃ ઈન્ટરનવેશનલ કન્વેશન એન્ડ એક્સ્પો સેન્ટરની આધારશિલા રાખવા માટે પીએમ મોદીએ ફરી એક વખત દિલ્હી મેટ્રોની સવારી કરી. વડાપ્રધાને ધૌલા કુંવાથી દ્વારકા સુધીની આ યાત્રા દિલ્હી મેટ્રોમાં કરી. PM મોદી જે IICC સેન્ટરની આધારશિલા રાખવા પહોંચ્યા તે 11 હજાર લોકોની ક્ષમતાવાળું છે. જે દ્વારકાના સેકટર 25માં સ્થિત છે. આ દરમિયાન વડાપ્રધાને સામાન્ય લોકો સાથે મુસાફરી કરી. સમગ્ર યાત્રા દરમિયાન લોકો પીએમની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યા. તેમજ કેટલાંક લોકોએ વડાપ્રધાન સાથે હાથ પણ મિલાવ્યા હતા.

 • Father assault on a sharp weapon from a bag and a son-in-law CCTV 01:04
  સમાચાર

  બેગમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢી દીકરી અને જમાઈ પર પિતાનો હુમલો, CCTV

  તેલંગણાના નાલગોન્ડા શહેરમાં બની ગંભીર ઘટના. પિતાએ કર્યો પોતાની સગી દીકરી અને જમાઇ ઉપર હુમલો. હુમલો કરવાનું કારણ એ હતું કે દીકરીએ પિતા વિરુદ્ધ જઇને નીચી જાતીના યુવક સાથે લગ્ન કર્યા હતા. પિતાએ તીક્ષ્ણ હથિયાર વડે જમાઇ અને દીકરી પર હુમલો કર્યો. દીકરી અને જમાઇ રોડ સાઇડ એક્ટિવા પર બેઠા હતા તે જ સમયે અચાનક પિતા બાઇક લઇને આવ્યા અને બેગમાં છૂપાવેલું ધારદાર હથિયાર કાઢ્યું અને જમાઇના માથા અને ગળા પર ઘા મારવા લાગ્યા. પતિનો બચાવ કરવા જતાં પિતાએ દીકરી ઉપર પણ હુમલો કર્યો બંને જણને ગંભીર ઇજા થઇ હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ.

 • Ganesh from 10,000 Pani Puris 00:51
  સમાચાર

  10,000 પાણીપૂરીથી બનાવી ગણેશજીની મૂર્તિ, આ રીતે આવ્યો હતો આઈડિયા

  આખા દેશમાં જ્યારે લોકો અવનવી રીતે ગણેશજીનો ઉત્સવ ઊજવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના પુણેમાં પાણીપૂરીવાળા ગણેશ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પુણેના ગણેશ ભેળના માલિકને એક દિવસ બિસ્કીટમાંથી બનેલા અનોખા જ ગણેશ જોઈને મગજમાં વિચાર આવ્યો હતો કે કઈંક અલગ જ ગણેશજીની મૂર્તિ બનાવવી જોઈએ. બસ પછી તેઓએ લગભગ 11 દિવસ, ચાર રાત અને 100 કલાકની મહેનત બાદ આ 10000 પાણીપૂરીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી છે. આજકાલ આ ઈકો-ફ્રેન્ડ્લી એવા આ પાણીપૂરીના ગણેશ લોકોમાં પણ ખાસ્સા એવા પ્રચલિત થયા છે.

 • loot of angadiya employee in mehsana robbers looted 10 lakhs in car 01:10
  સમાચાર

  મહેસાણા રાજમહેલ રોડ પર 10 લાખના હીરા અને રોકડની લૂંટ, કારમાં આવેલા લૂંટારું ફરાર

  મહેસાણા: શહેરના રાજમહેલ રોડ પર આવેલા જયશ્રી માર્કેટ પાસેથી રૂપિયા દસ લાખના હીરા અને રોકડની લૂંટ થઈ હતી. સવારે બનેલા બનાવમાં પેઢી પર ગયેલો કર્મચારી રીક્ષા ભાડું ચૂકવવા માટે નીચે જતાં કારમાં આવેલા લૂંટારું તેના હાથમાં રહેલો થેલો ઝૂંટવીને કારમાં નાસી છૂટ્યા હતા. લોકોની અવરજવરથી ભરચક એવા વિસ્તારમાં બનેલા બનાવથી મહેસાણા એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

 • UP Police Constable Dance Video on duty in auraiya 00:39
  સમાચાર

  'ડાયલ 100'ની ગાડી ઝાડ નીચે ઊભી રાખી દીધી, ખાખીવર્દીમાં પોલીસવાળા ભોજપૂરી ગીત પર ઝૂમી ઊઠ્યા

  ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના ઔરેયા વિસ્તારમાં પોલીસવાળા ચાલુ ડ્યૂટીએ ભાન ભૂલ્યા હતા. પોલીસવાળા ગાડી લઈને યુપીની રાજધાની લખનઉથી 200 કિમી દૂર ઔરેયામાં કોઈ જરૂરિયાતમંદની મદદ માટે જતા હતા. જોકે તેઓને રસ્તામાં મસ્તી સૂઝી અને એક ઝાડ નીચે ગાડી ઊભી રાખી હતી. બાદમાં ખાખીવર્દીની માન્યતા રાખ્યા વિના ભોજપૂરી ગીત પર ઝૂમી ઊઠ્યા હતા. પોલીસવાળા એવા મોજમાં આવી ગયા કે કોઈની મદદ માટે જવાનું છે એ પણ ભૂલી ગયા.

 • Ganapati and Tajiya established in the same tent in Ankleshwar 02:13
  સમાચાર

  કોમી એકતાની અનોખી મિશાલઃ અંકલેશ્વરમાં એક જ પંડાલમાં ગણપતિ અને તાજીયાની કરાઇ સ્થાપના

  અંકલેશ્વર: અંકલેશ્વર ખાતે તાડફળીયા એકતા કમિટીએ એક જ ચોકમાં એક જ મંડપમાં એક તરફ શ્રીજી સ્થાપના અને તેની બાજુમાં તાજીયાનું પણ સ્થાપન કરીને કોમી એકતાનો દાખલો બેસાડ્યો છે. હિન્દુ-મુસ્લિમ વસતી ધરાવતા તાડફળીયામાં હુસૈની ચોક ખાતે જોવા મળેલી અનોખીએ ઘટના દેશ-દુનિયામાં અનોખી મિશાલ ઉભી કરી છે. જેમાં ગણેશજી આરતી પૂર્ણ થયા બાદ તાજીયાની મુસ્લિમ વિધિ પણ કરવામાં આવી હતી.

 • રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત,Nanny-caught-hitting-throwing-baby-bed-wrapping-towel-head 01:07
  સમાચાર

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

  ચીનમાં એક મહિલાએ પોતાની બાળકી પર નોકરાણીના ટોર્ચરિંગના સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે, ફૂટેજમાં એક નોકરાણી 7 મહિનાની બાળકીને બેરહેમીથી મારી રહી છે, પછાડી રહી છે. દરઅસર મહિલા પોતાની બાળકીને આ નોકરાણી પાસે મુકીને જતી હતી. અને પાછળથી નોકરાણી બાળકી સાથે આવુ વર્તન કરતી હતી. જેના કારણે બાળકી રોજ રાત્રે ઊંઘમાંથી ઉઠી જતી અને રડવા લાગતી. જે બાદ મહિલાએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા આખો મામલો સામે આવ્યો હતો.

  13K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 2. નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા 02:58

  નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા

 3. કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ 00:33

  કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ

 4. મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી 00:41

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

 5. જેટની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ એરપ્રેશર બટન દબાવવાનું ભૂલી ગયા, 30 યાત્રિકોના નાક-કાનથી વહેવા લાગ્યું લોહી 00:47

  જેટની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ એરપ્રેશર બટન દબાવવાનું ભૂલી ગયા, 30 યાત્રિકોના નાક-કાનથી વહેવા લાગ્યું લોહી

TOP