પર્યાવરણ બચાવો / SG હાઈવેને સિક્સલેન બનાવવા હજારો વૃક્ષોનું નિકંદન કાઢતાં પર્યાવરણપ્રેમીઓનું ચિપકો આંદોલન

Feb 13,2019 4:12 PM IST

અમદાવાદઃ સરખેજ -ગાંધીનગર(SG) હાઈવેને સિક્સલેન બનાવવા માટે અંદાજે 15 હજાર જેટલાં વૃક્ષોનું નિકંદન કઢાવાનું છે. આ વૃક્ષો નિકંદનનો વિરોધ કરતાં પર્યાવરણપ્રેમીઓએ ચિપકોઆંદોલન કર્યું છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગરના ચ-0 પર વૃક્ષોની હત્યા બંધ કરોના નારા સાથે સુત્રોચ્ચાર કર્યા છે. વધુમાં પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષોને ચિપકીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓએ CM અને ક્લેક્ટરને આ અંગે આવેદન પત્ર પણ આપ્યું હતું.