સ્પેન / પાંચમા માળની પાતળી રેલિંગ પર રમતી દેખાઈ માસૂમ, શોકિંગ વીડિયો વાઈરલ

Jan 08,2020 4:45 PM IST

સ્પેનિશ દ્વીપ તેનરીફના પ્લાયા પૈરાઈસોમાં આવેલી એક ઈમારતના પાંચમા માળે શોકિંગ ઘટનાક્રમ સર્જાયો હતો. અંદાજે 4 વર્ષની બાળકી બારીમાંથી બહાર નીકળીને પાતળી રેલિંગ પર રમતી જોવા મળી હતી. વીડિયોમાં પણ તે બારીના એક છેડાથી બીજા છેડા સુધી દોડતી જોવા મળે છે. આ વીડિયો તેના ફ્લેટની સામે રહેતી વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. બાદમાં સોશિયલ મીડિયા પર પણ તેણે પોસ્ટ કરીને કહ્યું હતું કે, આ વીડિયો બનાવતી વખતે મારા હૃદયના ધબકારા પણ વધી ગયા હતા. જો સહેજ પણ ચૂક થઈ હોત તો આ બાળકી સીધી નીચે પટકાઈ શકતી હતી. મળતી વિગતો પ્રમાણે બાળકીને માતા જ્યારે સ્નાન કરવા ગઈ હતી ત્યારે તે બારીમાંથી બહાર આવીને આ રીતે રેલિંગ પર આંટાફેરા મારીને રમવા લાગી હતી. 14 સેકન્ડનો શોકિંગ વીડિયો જોઈને યૂઝર્સે પણ લાપરવાહ રહેતા પેરેન્ટ્સ પર સવાલો ઉઠાવ્યા હતા. આ બાળકી કે તેના પરિવારની કોઈ પણ ઓળખ જાહેર કરવામાં આવી નથી.