ચોરી / બેંકમાં પૈસા ભરવા જતાં થઈ જાઓ સાવધાન, લાખો રૂપિયા ચોરી ટેંણીયો આ રીતે થયો ફરાર

Jan 12,2019 12:54 PM IST

SBI બેંકમાંથી થઈ લાખો રૂપિયાની ચોરી થઈ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે આ ચોરી કોઈ શાતિર ચોરે નહીં પણ એક ટાબરિયાએ કરી હતી. 7 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને એક ટાબરિયો ફરાર થતાં બેંકની સિક્યોરિટી પર સવાલ ઉભા થયા હતા. 2 લોકો બેગમાં પૈસા ભરીને બેંકમાં જમા કરાવવા પહોંચ્યાં હતા. તેઓ સ્લિપ ભરી રહ્યા હતા ત્યારે જ બાળક બેગ લઈને ભાગી ગયો હતો.કેશિયરને માહિતી મળતાં જ તેણે cctv ચેક કરાવ્યાં હતાં. 7 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ભાગતો બાળચોર cctvમાં કેદ થયો હતો. પોલીસે બાળચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.