શોકિંગ CCTV - બેંકમાંથી બધાની સામે 11 લાખ ભરેલી બેગ ઊઠાવી ગયો ટેંણીયો

Nov 27,2018 5:15 PM IST

પલવલ, હરિયાણાનાં એક શોકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં SBI બેંકમાંથી નજર ચૂકવીને 14 વર્ષનો બાળક, 11 લાખ રૂપિયા ચોરી ગયો હતો. પોસ્ટ ઓફિસના પૈસા જમા કરાવવા માટે ત્યાંનો કર્મચારી આવ્યો હતો. રોજની ટેવના કારણે કર્મચારી કાઉન્ટર પર બેગ મૂકીને પોતાનો વારો આવે તેની રાહ જોતો ખુરશી પર બેઠો હતો. ત્યાં જ ગણતરીની સેકંડોમાં એક બાળક ચપળતાથી બેગ ઉપાડીને ત્યાંથી નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેપ્ચર થઈ ગઈ હતી.