• Home
  • Gujarati Videos
  • News
  • Chief Justice Ranjan Gogoi denied allegations of harassment against him, special bench of the Supreme Court today

સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે ગંભીર આરોપ, CJIએ કહ્યું, 'ન્યાયપાલિકાની આઝાદી જોખમમાં'

Apr 20,2019 3:17 PM IST

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં એક અસામાન્ય ઘટના અંર્તગત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના પર આરોપ લાગ્યા પછી એક સ્પેશિયલ બેન્ચનું ગઠન કર્યું છે. સીજેઆઈ ગોગોઈ પર 35 વર્ષની મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા 2018માં જસ્ટિસસ ગોગોઈના રહેઠાણ પર જૂનિયર કોર્ટ આસિસ્ટન્ટના પદ પર હતી. મહિલાનો દાવો છે કે, યૌન શોષણની ઘટના પછી તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. આ મહિલાએ તેની એફિડેવિટની કોપી 22 જજને મોકલી હતી. આ આધાર પર ચાર વેબ પોર્ટલે ચીફ જસ્ટિસ વિશે ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા. ત્યારપછી ચીફ જસ્ટિસે શનિવાર હોવા છતા વિશેષ સુનાવણીમાં કહ્યું કે, મેં આજે કોર્ટમાં બેસવાનો આ અસામાન્ય અને અસાધારણ નિર્ણય લીધો છે કારણકે આ વાત હવે હદ કરતા વધારે વધી ગઈ છે.