• Home
  • Gujarati Videos
  • News
  • Central Minister Effigy Burned After NEET Exam Guide Line And Sleeve Cut Of Students In Surat

સુરતઃ NEETની પરીક્ષામાં સ્ટુડન્ટ્સનું ચીર હરણ, કેન્દ્રીય મંત્રીના પૂતળાંનું દહન

May 08,2017 8:20 PM IST

સુરતઃરવિવારના રોજ દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ માટે નીટની પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષામાં ચોરી ન થાય તે માટે એક ગાઈડ લાઈન ઈશ્યુ કરવામાં આવી હતી. જોકે મોટા ભાગના સ્ટુડન્ટ્સને આ ગાઈડ લાઈનની જાણ ન હોવાથી ભારે હોબાળો થયો હતો. નિયમોનું ફરજીયાત પાલન અને કડક ચેકિંગને કારણે દેશભરમાં વાલીઓ અને સ્ટુડન્ટ્સમાં રોષ ફાટી નીકળ્યો છે. દરમિયાન નીટની પરીક્ષામાં સ્ટુડન્ટનું ચીર હરણ કરવામાં આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને કેન્દ્રીય એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરના પૂતળાંનુ દહન કરવામાં આવ્યું હતું.