સાબરકાંઠા / ઈડરના સુરપુરના પાટીયા પાસે બોર્ડને ટકરાઈને કાર પલટી, આગ લાગતા ચાલક ભડથું થયો

Nov 05,2019 8:47 PM IST

ઈડર/ હિંમતનગર: ઈડરના સુરપુર પાસે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર એડવર્ટાઈઝમેન્ટના બોર્ડને અથડાઈને પલટી મારી ગઈ હતી. જો કે કારમાં સવાર ચાલક અકસ્માતને પગલે બહાર નીકળી શક્યો ન હતો અને કારમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં જ કારચાલક બળીને ભડથું થઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો.