બેવફા પતિને બસમાં ગર્લફ્રેન્ડ સાથે પકડ્યો, પત્નીના શબ્દો સાંભળી મુસાફરોને પણ દયા આવી

Jun 12,2019 6:42 PM IST

ફિલિપાઈન્સના મનિલામાં એક બસચાલકને પત્ની અને બાળકો હોવા છતાં અન્ય યુવતીના પ્રેમમાં પડવાનું મોઘું પડ્યું હતું. પતિના અફેરની જાણ તેની પત્નીને થઈ જતાં જ તે બસમાં ચડીને વાવાઝોડાની જેમ પતિ પર ત્રાટકી હતી. તેનો ગુસ્સો પણ એટલા માટે જ ભડક્યો હતો કેમ કે તે જે બસનો ડ્રાઈવર હતો તે બસમાં જ પતિની ગર્લફ્રેન્ડ પણ સવાર હતી. આવેશમાં આવીને પતિને તેણે ફટકાર્યો તો હતો જ સાથે સાથે તે યુવતી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. તેણે તેના પતિને ક્હયું હતું કે બાર છોકરાઓની મા બનાવ્યા બાદ હવે બીજી યુવતી માટે થઈને આપણા પરિવારને વેરવિખેર થવું પડે તેવું કામ કરતાં તમને શરમ નથી આવતી? ડ્રાઈવરની પત્નીની આ વાત સાંભળીને અન્ય મુસાફરોએ પણ તેણીને સપોર્ટ કર્યો હતો. આખો મામલો વધુ વકરે તે પહેલાં જ ગર્લફ્રેન્ડ પણ આ બસમાંથી તેનો સામાન લઈને રફૂચક્કર થઈ ગઈ હતી. બાદમાં ટ્રાફિક પોલીસે ત્યાં આવીને આ પતિ-પત્નીના મામલાને થાળે પાડ્યો હતો.