હિટ એન્ટ રન / વડોદરાના ભાઇ-બહેનના કારની ટક્કરે મોત, ભત્રીજીના લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

Mar 04,2019 9:01 PM IST

વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે મોડી રાત્રે કારની અડફેટે ટુ-વ્હીલર પર સવાર ભાઇ-બહેનના સ્થળ પર મોત નીપજ્યા હતા. વડોદરામાં રહેતા ભાઇ-બહેન ભત્રીજીના લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. તે સમયે બંનેના એક સાથે મોત નીપજતા પરિવારનો લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.