અમેરિકા / રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો આવતા જ બોલીવિયાની જનતામાં રોષ, આખા દેશમાં રોષ

Oct 26,2019 5:37 PM IST

સાઉથ અમેરિકાનો એક દેશ બોલીવિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામો બાદ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ઈવો મોરાલેસની જીત બાદ આ પ્રદર્શનો શરૂ થયા છે. મોરાલેસનો આ ચોથો કાર્યકાળ છે. તે બોલીવિયાના એવા પહેલા રાષ્ટ્રપતિ છે જે સતત ચોથી વાર રાષ્ટ્રપતિ બન્યાં. બોલીવિયાના સંવિધાન મુજબ કોઈ પણ ઉમેદવાર 2 વખત રાષ્ટ્રપતિ બની શકે. તેમ છતાં મોરાલેસે ચોથી વાર ચૂંટણી લડી. જેનાથી ત્યાંની જનતા નારાજ છે. મોરાલેસના પ્રતિદ્વંદ્વી કાર્લોસ મેસાએ સમર્થકોને આ પ્રદર્શન ચાલુ રાખવા અપીલ કરી છે.