ફૅસબુકક, વોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જશે? / ફૅસબુક, વોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જશે?

Mar 09,2018 5:39 PM IST

ફૅસબુક,વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ હાલ મુશ્કેલીમાં છે. આ મુશ્કેલી કૅનેડિયન કંપની બ્લૅકબેરીએ કોર્ટમાં કરેલાં દાવાને કારણે છે. બ્લૅકબેરીએ લૉસ એન્જલસની ફેડરલ કોર્ટમાં દાવો કર્યો છે કે ફૅસબુક, ઇન્સ્ટગ્રામ અને વોટ્સએપમાં જે પૅટન્ટનો ઉપયોગ કરાયો છે તે બ્લૅકબેરી મૅસેન્જર પૅટન્ટની છે. રિપોર્ટમાં બ્લૅકબેરીએ જણાવ્યા મુજબ ફેસબુક અમારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરી રહ્યું છે, લાંબી વાતચીત બાદ અમે તેની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યું છે. બ્લૅકબેરી એવું ઇચ્છે છે કે,ફેસબુક તેની એપને બંધ કરે એટલું જ નહીં, ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એપને પણ બંધ કરે. બ્લૅકબેરીને આ પેટન્ટ કોપી કરવાને કારણે કેટલું નુક્સાન થયું છે તેનો ચોક્કસ આંકડો આપવામાં નથી આવ્યો, બ્લૅકબેરી દાવા મુજબ અનરીડ મૅસેજનું ઇન્ડિકેટર ટોપમાં દેખાવવું, ઇનબોક્સમાં મલ્ટિપલ ઇનકમિંગ મૅસેજ દેખાવવા, મેસેજનો ટાઈમ દેખાવવો, આ પ્રકારના ફીચર્સ બ્લેકબેરી મેસેન્જરનાં હતા, જેની ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ માં કોપી કરાઈ છે. ફેસબુકના ડેપ્યુટી જનરલ સાઉન્સલ પોલ ગ્રેવલ મુજબ, બ્લૅકબેરીએ તેની મૅસેજિંગ એપમાં ઘણા સમયથી લેટેસ્ટ અપડેટ્સ આપવાનું બંધ કર્યું છે. બ્લૅકબેરી બીજાના ડેવલપમેન્ટમાંથી આર્થિક લાભ મેળવવા પ્રયત્ન કરી કરી રહી છે. ફૅસબુક આ બાબતે બ્લૅકબેરીને સામે કાયદાકીય લડત આપવા તૈયાર છે. આ બંને કંપનીઓ વચ્ચે કાયદાકીય લડત થશે તે નક્કી છે. નોકિયા સામે પણ બ્લૅકબેરીએ 2017માં કોર્ટમાં દાવો કર્યો હતો કે, નોકિયાએ મંજૂરી વગર બ્લૅકબેરીની 3G,4Gની અનેક પેટન્ટ કોપી કરી છે. પેટન્ટ કૉપી કરવા બાબતે બ્લૅકબેરીએ મોબાઈલ પ્રોસેસર બનાવતી કંપની ક્વાલકોમ સામે પણ દાવા કર્યો હતો. જો કે, આ કેસમાં ક્વાલકૉમએ બ્લૅકબેરીને 940 મિલિયન ડોલર આપીને સમાધાન કર્યું હતું.