• Home
  • Gujarati Videos
  • News
  • Bhachau court approves 12 day remand of Manisha Goswami and Surjit Bhau in jayanit bhanushali murder case

ભચાઉ કોર્ટે ભાનુશાળી હત્યા કેસમાં મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Nov 08,2019 8:51 PM IST

ભચાઉઃ ભાજપના દિગ્ગજ નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરાઈ હતી. હત્યા કેસમાં સામેલ મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉને સીઆઈડીની સીટે ઉત્તરપ્રદેશમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ અમદાવાદથી આજે ભચાઉ લાવીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉત્તર પ્રદેશમાંથી બંનેને સીટે પકડ્યા સીટે મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ઉત્તરપ્રદેશમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ બંનેને અલ્હાબાદની કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને બાય રોડ અમદાવાદ લાવી હતી. ગઈકાલે અમદાવાદમાં રેલવે એસપીની ઓફિસમાં બંનેની વિધિવત ધરપકડ કરી હતી બાદમાં પ્રાથમિક પુછપરછ કરાઈ હતી. બંને આરોપીઓને આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે સીટે ભચાઉની કોર્ટમાં રજૂ કર્યા હતા. 10થી વધુ મુદ્દા સાથે રિમાન્ડ માંગ્યા ભાનુશાળીના હત્યા કેસમાં જરૂરી પુરાવા એકઠા કરવા અને રિકન્ટ્રક્શન સહિતની કામગીરી માટે 10થી વધુ મુદ્દાને ધ્યાને રાખીને રિમાન્ડ માટેની માંગણી સીટ દ્વારા કરાઈ હતી. જોકે પોલીસની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપીઓના આગામી 20મી નવેમ્બર સુધી એટલે કે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મદદગારીથી માંડીને શું ભૂમિકા હતી તે રિમાન્ડમાં બહાર આવશે ભાનુશાળીની હત્યામાં મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ચોક્કસ શું ભૂમિકા હતી. અન્ય સહઆરોપીઓના ભૂમિકા ઉપરાંત હત્યા બાદ તેઓ કઈ રીતે અહીંથી નાસ્યા હતા અને તેમને કોણે કોણે મદદ કરી તે સહિતની બાબતોની ઉંડાણપૂર્વકની તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે.