સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડના સમયે બારકોડ સ્કેનર મશીનો બંધ થતાં પ્રવાસીઓ અટવાયા

Dec 31,2019 9:52 PM IST

કેવડિયાઃ થર્ટી ફર્સ્ટને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ જામી છે. આ સમયે બારકોડ સ્કેનર મશીનો બંધ થતાં પ્રવાસીઓ અટવાઇ ગયા છે. જેથી પ્રવસીઓની લાંબી કતારો છતાં પ્રવેશ નહીં આપવા તંત્ર લાચાર બન્યું છે. 4 કરોડના ખર્ચે મૂકાયેલા બારકોડ સ્કેનર શોભના ગાંઠિયા સમાન બની ગયા છે. જેને પગલે પ્રસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ત્રણ વખત બારકોડ સ્કેનર મશીનો ખોટકાયા હતા.