એ રાત પછીની આસારામના કરતૂતોની અત્યાર સુધીની સમગ્ર ઘટના

Apr 25,2018 1:31 PM IST

જોધપુર: જોધપુરની સેન્ટ્રલ જેલમાં બુધવારે આસારામને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ કોર્ટે સહયોગી આરોપી શરતચંદ્ર અને શિલ્પીને પણ દોષિત જાહેર કર્યા છે. જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ પર સગીર શિષ્યા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. જેના માટે આસારામ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ છે. ત્યારે આસારામ આ દુષ્કર્મ કેસની સમગ્ર વિગત આ રીતે છે.