પરિણામ / પુલવામાં CRPFમાં ફરજ બજાવતા જવાનની દીકરી યશ્વીને SSCમાં 98PR

May 21,2019 7:17 PM IST

અમદાવાદ: આજે ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. જેમાં વસ્ત્રાલની માધવ સ્કૂલમાં ભણતી યશ્વી સોનારા 98 PR અને 87 ટકા સાથે સ્કૂલમાં પ્રથમ ક્રમાંકે આવી છે. યશ્વીના પિતા દિનેશ સોનારા કાશ્મીરના પુલવામાં CRPFમાં ફરજ બજાવે છે. યશ્વીએ divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘હું રોજના 7થી8 કલાક વાચન કરતી હતી. મારા પિતા હાલ કાશ્મીરમાં CRPFમાં ફરજ બજાવે છે. જ્યારે પુલવામાં હુમલો થયો હતો. ત્યારે મારા પિતા ત્યાં જ હતા. જેથી હું ગભરાઈ ગઈ હતી. તેમની સાથે વાતચીત થયા બાદ મેં ફરીથી મહેનત ચાલું કરી અને 87 ટકા મેળવ્યા’;.