કાશ્મીર / POKને ભારતમાં સામેલ કરવા માટે આર્મી તૈયાર, આ અંગે સરકાર નિર્ણય કરશેઃ સેના પ્રમુખ

Sep 12,2019 5:19 PM IST

સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે ગુરુવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે,હવે બીજું લક્ષ્ય POKને ફરી હાંસિલ કરવું અને તેને ભારતનો હિસ્સો બનાવવાનું છે. આવા મુદ્દાઓ પર સરકાર જ નિર્ણય લે છે. દેશની તમામ સંસ્થાઓ સરકારના આદેશ પ્રમાણે કામ કરશે, સેના ખડેપગે છે. 1 આ પહેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું હતું કે, સરકારનું બીજું લક્ષ્ય જમ્મુ કાશ્મીરના બાકીનો ભાગ(પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ને ભારતમાં સામેલ કરવાનું છે. આ મારો કે પાર્ટીનો એજન્ડા નથી. આ રિઝોલ્યુશન તો 1994માં સંસદમાં પીવી નરસિમ્હારાવની સરકારના સમયમાં પાસ કરાયો હતો. કાશ્મીર માટે અંત સુધી લડીશુંઃ પાકિસ્તાન આર્મી ચીફ 6 સપ્ટેમ્બરે પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ કહ્યું હતું કે, કાશ્મીર આપણી દુખતી નસ છે. આપણા કાશ્મીરી ભાઈ બહેનો માટે અંત સુધી લડીશું. કાશ્મીરી જનતા ભારતની હિન્દુવાદી સરકાર અને ત્યાંની સેનાના અત્યાચારોનો શિકાર બની રહી છે. ઘાટીમાં ભારત સમર્થિત આતંકવાદ છે. આપણું છેલ્લું લક્ષ્ય શાંતિપૂર્ણ અને મજબૂત પાકિસ્તાન બનાવવાનું છે.