પંજાબ / સેનાના ચેતક હેલિકૉપ્ટરનું ખેતરમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું

Feb 14,2020 3:59 PM IST

પંજાબ- રોપડ પાસે આવેલા એક ગામમાં સેનાના ચેતક હેલિકૉપ્ટરનું આકસ્મિક સંજોગોમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ મામલો ગુરુવારનો છે જ્યારે પટિયાલાથી સેનાના અધિકારીઓ પઠાણકોટ લઈ જતા ચેતક હેલિકૉપ્ટરને ટેકનિકલ ક્ષતિઓના કારણે માજરા ગામના ખેતરમાં ઉતારવું પડ્યું હતું. થોડી જ વારમાં સેનાનું અન્ય એક હેલિકૉપ્ટર તેની મદદે આવી પહોંચ્યું હતું. આખી ઘટનામાં કોઈને કંઈ પણ નુકસાન નહોતું થયું. જો કે, આખી ઘટના વિશે જ્યારે સેના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેનિંગનો એક ભાગ હતો.