મંત્રમુગ્ધ / દિલને સ્પર્શી જશે અરિજીત સિંઘે ગાયેલું ગુજરાતી સોંગ 'વ્હાલમ આવો ને'

Jan 07,2019 4:41 PM IST

અમદાવાદઃ અરિજીત સિંઘ એક એવો ગાયક કે જેનામાં એક અનોખો જાદૂ છે. તે કોઈપણ સોન્ગ ગાઈ લે તે સીધું જ લોકોનાં દિલમાં ઉતરી જાય છે. આવું જ કાંઈક બન્યું અમદાવાદમાં અરિજીત સિંઘના લાઈવ કોન્સર્ટમાં. અરિજીત સિંઘને સાંભળવા માટે સરદાર પટેલ સ્ટેડિય ખીચો ખીચ ભરાઈ ગયું હતું. ગુજરાતી લોકો માટે ખાસ અરિજીત સિંઘે લવની ભવાઈ ફિલ્મનું ગીત વ્હાલમ આવોને લલકાર્યું હતું. ગુજરાતી ગાયક જિગરદાન ગઢવીનું સોન્ગ અરિજીત સિંઘે લલકારતાં ઓડિયન્સ ઝૂમી ઉઠી હતી. અને સમગ્ર સ્ટેડિયમ લોકોની ચિચિયારોથી ગુંજી ઉઠ્યું હતું. અરિજીતનું આ સોન્ગ તમારા દિલને પણ સ્પર્શી જશે.