વીડિયો વાયરલ / 2019ની ચૂંટણીમાં મોદી સરકારને આ ગાજર ખવડાવા છે, સૌરાષ્ટ્રના ખેડૂતનો વીડિયો વાઇરલ

Feb 11,2019 8:34 PM IST

વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્રના ખેડૂતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિ ખેડૂતનો ઉતારી રહી છે અને એક ખેડૂત પોતાની સમસ્યા જણાવી રહ્યા છે. ખેડૂત જણાવે છે કે ગાજરના યોગ્ય ભાવ મળતાં નથી એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂત કહે છે કે રાતદિવસ મહેનત કરીને ગાજર ઉગાડ્યા પણ ભાવ મળતાં નથી. આવી સ્થિતિમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે.