અકસ્માત / રાજકોટ-ચોટીલા હાઈવે પર ટાયર ફાટતાં કાર કૂવામાં ખાબકી: 3 યુવાનોનાં મોત

Apr 08,2019 10:17 AM IST

સુરેન્દ્રનગર:ચોટીલા નેશનલ હાઇવે પર રવિવારે મોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નાની મોલડીના 3 યુવાનો મોરબીથી કાર લઇ પરત હતા તે સમયે બોરીયાનેસ-મોલડી વચ્ચે આવેલી ગોળાઇમાં કારનું આગળનું ટાયર ફાટતાં કાર હાઇવેની બાજુમાં આવેલા કુવામાં ખાબકતા કારમાં સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.