વડોદરાઃ શહેરનાં માર્ગો ઉપર ચક્કાજામ, એમ્બ્યુલન્સને રિવર્સમાં લઈ જવી પડી

Oct 16,2017 8:12 PM IST

વડોદરાઃ શહેરમાં દિવાળીની ખરીદી માટે લોકો બજારોમાં ઉમટી પડતાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એટલું જ નહીં પણ આ ટ્રાફિક જામમાં ઈમરજન્સી સેવાના વાહનો પૈકી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પણ ફસાયા હતા. એક તબક્કે એમ્બ્યુલન્સને રિવર્સમાં લઈ જવાની તેના પાયલોટને ફરજ પડી હતી. વળી ટ્રાફિક નિયમન માને આવા સ્થળો ઉપર ફિઝિકલ સ્ટાફ નહીં જોવા મળતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. કેટલાંક સ્થળો પર લોકોએ જાતે જ ટ્રાફિક નિયમન માટે મોરચો સંભાળ્યો હતો.