બનાસકાંઠા / એક મહિનો અંબાજી દાંતા હાઈવે બંધ છતાં તોતિંગ પથ્થરો વચ્ચે બેખોફ વાહનો નીકળ્યા

Dec 02,2019 11:10 AM IST

દાંતા અંબાજી પહાડી માર્ગને ફોરલેન કરવાની કામગીરી પાછલા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. તે અંતર્ગત ત્રિશુળિયા ઘાટ પર પ્રોટેક્શન વોલ તેમજ બ્લાસ્ટિંગ કામગીરી શરૂ કરાઈ છે. જેને લઈ 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન દાંતાથી અંબાજીને જોડતા માર્ગને બંધ કરીને વાહનવ્યવહારને ડાયવર્ટ કરી દેવાયો છે. ત્રિશુલિયા ઘાટ પર બ્લાસ્ટિંગ અને જેસીબી મશીન મદદથી પહાડો તોડાયા છે. જેને પગલે હાઈવે પર તોતિંગ શીલાઓ પડી હતી. તોતિંગ પથ્થરો વચ્ચે પણ કેટલાક ચાલકો બેખોફ વાહનો હંકારીને કામગીરી દરમિયાન દેખાયા હતા.