'ન્યાય'ધીશ / જસ્ટિસ રંગનાથ પાંડેએ PM મોદીને કહ્યું- જજની નિમણૂંકને લઈને કોઈ નિશ્ચિત માપદંડ નથી

Jul 03,2019 1:16 PM IST

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રંગનાથ પાંડેએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તિ પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે. તેઓએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જસ્ટિસ પાંડેએ કહ્યું કે ન્યાયાધીશોની નિયુક્તિ માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી. પ્રચલિત કસોટી માત્ર પરિવારવાદ અને જાતિવાદથી ગ્રસ્ત છે. ન્યાયપાલિકાની ગરિમાને બરકરાર રાખવા માટે કડક નિર્ણયો લેવાં જરૂરી છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે, ન્યાયપાલિકા દુર્ભાગ્યવશ વંશવાદ અને જાતિવાદથી ગ્રસ્ત છે. અહીં જજના પરિવારથી હોવું જ આગામી ન્યાયાધીશ હોવાનું સુનિશ્ચિત કરે છે. અધીનસ્ત ન્યાયાલયના ન્યાયાધીશોને પણ પોતાની યોગ્યતા સિદ્ધ કરવાથી જ પસંદગી થવાનો મોકો મળે છે. પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજની નિયુક્તિની આપણી પાસે કોઈ નિશ્ચિત માપદંડ નથી. પ્રચલિત કસોટી છે તો માત્ર પરિવારવાદ અને જાતિવાદ.