મેરેજ મોમેન્ટ / અસંખ્ય કેમેરા જોઈને જ કન્ફ્યૂઝ થઈ આરાધ્યા, આમથી તેમ જોતી રહી

Mar 10,2019 3:10 PM IST

દેશના સૌથી શ્રીમંત અને વિશ્વના છઠ્ઠા ક્રમના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશના શનિવારે લગ્ન થયા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓ પહોંચી હતી. આ લગ્નમાં સામેલ થવા માટે અભિષેક બચ્ચન પણ પત્ની એશ્વર્યા અને દિકરી આરાધ્યા સાથે પહોંચ્યો હતો. તે સમયે ત્યાં હાજર ફોટોગ્રાફર્સની સામે તે લોકો પોઝ આપવામાં વ્યસ્ત થઈ ગયાં હતાં પણ તેમની લાડકવાયી આરાધ્યા તો સામે રહેલા ફોટોગ્રાફરોની ફોજ અને કેમેરાની ફ્લેશ લાઈટ જોઈને જ કન્ફ્યૂઝ થઈ ગઈ હતી. આ માસૂમ તો સામેના ફોટોગ્રાફરોની બૂમો સાંભળીને ક્યારેક ડાબી તરફ તો ક્યારેક જમણી તરફ જોતી રહી હતી તે પણ એક ક્યૂટ સ્માઈલ સાથે. જો કે તેના આ ક્યૂટ સ્માઈલની સાથે જ જોવા મળેલું કન્ફ્યૂઝ જોઈને કેટલાક યૂઝર્સે તો તે એબ્નોર્મલ તો નથીને તેવી કોમેન્ટ પણ કરી હતી.