અ'વાદ: RTOના ભાવવધારા સામે યૂથ કોંગ્રેસના દેખાવો, કર્યા સૂત્રોચ્ચાર

Mar 18,2017 6:28 PM IST

અમદાવાદમાં RTOના ભાવ વધારા સામે યુથ કોંગ્રેસે દેખાવો કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન ભાવમાં વધારો ઝીંકવામાં આવતાં વાહનમાલિકોમાં રોષ જોવા મળ્યો હતો. 200થી વધુ કાર્યકરોએ દેખાવો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભાવ વધારોનો વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન ભાવમાં આશરે 200થી 500 ટકાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના આગોતરા આયોજન વિના તોતિંગ ભાવ વધારો કરાતા વાહનમાલિકો તથા એજન્ટોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેટલાક ગ્રાહકો ઓછી ફી લઈને આવતા ગ્રાહકોને રજિસ્ટ્રેશન કે અન્ય કામગીરી કર્યા વિના પરત ફરવાની નોબત આવી હતી.