- Home
- Gujarati Videos
- News
- Ahmedabad Stone Throwing After Accident Near Delhi Darwaja
અમદાવાદ: દિલ્હી દરવાજા પાસે અકસ્માત બાદ બે જૂથ વચ્ચે પથ્થમારો
5K views
અમદાવાદ:શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં બે વાહન વચ્ચે ટક્કર થતાં સ્થિતિ વણસી હતી. અકસ્માતને પગલે ઉશ્કેરાયેલા બે જૂથ વચ્ચે સામ-સામે પથ્થરમારો થતાં સ્થિતિ તંગ બની હતી. ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. હાલ સ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળે છે. સાંજના સમયે ખૂબ જ ટ્રાફિકવાળો વિસ્તાર ગણાતા દિલ્હી દરવાજા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થતાં ઉગ્ર બોલાચાલી બાદ બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જે બાદ પથ્થરમારો થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.