અમદાવાદઃ નીટની પરીક્ષામાં કડક ચકાસણી સામે વિરોધ પ્રદર્શન

May 09,2017 9:23 PM IST

અમદાવાદઃ મેડિકલ-ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે રવિવારે લેવાયેલી નીટની પરીક્ષામાં એટલી કડક ચકાસણી કરવામાં આવી હતી કે વિદ્યાર્થિનીઓની બુટ્ટી-બંગડી તેમજ કેટલાક વિદ્યાર્થીની જનોઈ અને કેટલાકના તાવીજ પણ ઉતારી લેવામાં આવ્યા હતા. નિયમોનું એ જડતાથી પાલન કરવામાં આવ્યું હતું કે, ગણી ગાંઠી મિનિટ માટે મોડા પડેલા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા કેન્દ્રમાં જવા દેવાયા ન હતા. વિદ્યાર્થીઓના મતે નીટનું પેપર એટલું બધું અઘરું ન હતું પણ સાથે સાથે સાવ સરળેય ન હતું. આ મુદ્દે આજે ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવિધ બેનરો આશ્રમ રોડ પર એચ. કે. કોલેજ સામે વિરોધ પ્રદર્શન કરીને આ ઘટનાને શરમજનક ગણાવી હતી.