અમદાવાદ મેટ્રો / અમદાવાદઃ અમરાઈવાડી એપરલપાર્કથી સ્વસ્તિક ચાર રસ્તા સુધી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન

Feb 06,2019 7:47 PM IST

અમદાવાદઃ અમરાઈવાડીના ન્યુ કોટન એપરલ પાર્કથી સ્વસ્તિક ચાર રસ્તા સુધી અમદાવાદ મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો. અગાઉ ફ્કત એપરલ પાર્કની અંદર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. મેટ્રો ટ્રેનના પિલ્લર્સની મજબૂતાઈ સાથે મેટ્રો ટ્રેનની સેફ્ટીની ચકાસણી માટે ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. અમરાઈવાડીથી મેટ્રો નીકળતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.