નવા વિડિઓ

 • ગુરુની આજ્ઞા પર ક્યારેય પોતાની બુદ્ધિ ન વાપરશો 02:47

  ગુરુની આજ્ઞા પર ક્યારેય પોતાની બુદ્ધિ ન વાપરશો

 • મુદ્રાઓનાં પ્રકાર કેટલા છે, કયા કયા 02:11

  મુદ્રાઓનાં પ્રકાર કેટલા છે, કયા કયા

 • આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ, આ રીતે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી ચોક્કસ મળશે સંપૂર્ણ ફળ 01:38

  આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ, આ રીતે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી ચોક્કસ મળશે સંપૂર્ણ ફળ

 • વડોદરામાં ગણપતિ વિસર્જનમાં 7 યુવાનોને લાગ્યો કરંટ, 5 યુવાનો હવામાં ફંગોળાયા 01:13

  વડોદરામાં ગણપતિ વિસર્જનમાં 7 યુવાનોને લાગ્યો કરંટ, 5 યુવાનો હવામાં ફંગોળાયા

 • અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલનો સ્ટનિંગ લૂક 02:00

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલનો સ્ટનિંગ લૂક

 • અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડની શંકાસ્પ્રદ દહેશત, 4 લોકોને દેશી દારૂની અસર,Ahmedabad Latthakand: 4 people hospitalized after drinking poisonous alcohol 00:48
  સમાચાર

  અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડની શંકાસ્પ્રદ દહેશત, 4 લોકોને દેશી દારૂની અસર

  અમદાવાદ: ફરીએક વાર અમદાવાદમાં લઠ્ઠાકાંડની અસર જોવા મળી છે. 4શખ્સની દેશી દારૂ પીવાના કારણે તબીયત લથડતા સોલા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિઓની હાલત ગંભીર છે. આ ઘટનાને પગલે ઝોન 1 DCP પાસે શહેરના પોલીસ કમીશ્નરે અહેવાલ માંગ્યો છે. આ ઘટનાથી અમદાવાદમાં ચાલતા દેશી દારૂઓના અડ્ડાઓ તથા સરદારનગર અને અસારવામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે. જે ચાર લોકોની દેશી દારૂપીવાના કારણે તબીયત લથડી છે, તે તમામના લોકોના લોહીના નમૂના FSLમાં મોકલી આપવામાં આવ્યા છે.

 • Currents felt of Seven youth in ganpati vishrjan in vadodara 01:13
  સમાચાર

  વડોદરામાં ગણપતિ વિસર્જનમાં 7 યુવાનોને લાગ્યો કરંટ, 5 યુવાનો હવામાં ફંગોળાયા

  વડોદરા: વડોદરા શહેરના ગોરવા-રિફાઇનરી રોડ પર સત્યમ યુવક મંડળના 7 યુવાનોને ડી.જે.ની લાઇટીંગ માટે બનાવેલા સ્ટેન્ડમાં વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટનો ભોગ બનેલા 7 પૈકી 5 યુવાનો વીજ કરંટના ઝાટકે ફૂટબોલની જેમ ફંગોળાઇ ગયા હતા. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોતાં રહો દિવ્ય ભાસ્કર ડોટ કોમ

 • Gujarati farmer creation for cause to run away animal in farm 01:39
  સમાચાર

  ગુજરાતી ખેડૂતે બનાવ્યું જંગલી ભુંડને ભગાડવાનું મશીન, બટાકું નાખી સ્પ્રે છાંટતાં છૂટે છે ગોળીની જેમ

  ગુજરાતી લોકો હંમેશાં કંઈક નવું કરવા માટે જાણીતા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો સૌરાષ્ટ્રના કોઈ ગામનો હોવાનું લાગે છે. અહીં એક ખેડૂતે નજીવા ખર્ચે પાણીની પાઈપમાંથી એક બંદૂક જેવું સાધન બનાવ્યું છે. તેમાં બટાકાં ભરી ફીટ કરીને ફોડવામાં આવે છે. કાકા પાઈપમાં એક બટાકું ભરાવે છે પછી સ્પે છાંટે છે અને બાદમાં ભડાકો કરે છે. પાછળના છેડે ઠેસી દબાવતાં જ અંદર રહેલું બટાકું દૂર ખેતરમાં ફંગોળાય છે. આ સાધનનો ઉપયોગ ખેતરમાં આવતાં અને પાકનો બગાડ કરતાં ભુંડ કે અન્ય પ્રાણીઓને દૂર ખેસડવા માટે કરવામાં આવ્યો છે.

 • young boy beaten by his mother in law and her son 00:46
  સમાચાર

  જમાઈનો જાહેરમાં જ સાળાએ પકડ્યો કોલર તો સાસુએ માર્યા ચપ્પલ, પત્ની તમાશો જોતી રહી

  મથુરા: સદર બજાર પોલીસચોકીની આજુબાજુના વિસ્તારમાં આ ઘટનાએ હડકંપ મચાવી દીધો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા જેણે પણ જોયો તે લોકો જમાઈ પર દયા જ દાખવવા લાગ્યા હતા. સાસુ અને સાળાએ ભેગા મળીને કોર્ટની તારીખે આવેલા જમાઈને બરાબરનો માર્યો હતો. આ આખી ઘટના તેની પત્નીની નજર સામે જ બની હતી, પોતાના પતિને માર ખાતો જોઈને પણ તેના પેટનું પાણી નહોતું હાલ્યું. તો સામે પક્ષે યુવતીના ભાઈએ ધડાધડ તેને તમાચાઓ માર્યા હતા સાથે જ સાસુ તો કોણ જાણે કેટલા વર્ષની રિસ કાઢતાં હોય તેમ ચપ્પલ લઈને જ તેના પર તૂટી પડ્યાં હતાં.

 • My Success Story with Hitu Kanodia 21:05
  સમાચાર

  હિતુ કનોડિયાઃ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૉલિટિક્સ છે તેટલું રિયલ પૉલિટિક્સમાં પણ નથી

  DivyaBhaskar.comના વિશેષ કાર્યક્રમ My Success Storyમાં હિતુ કનોડિયાએ દિલ ખોલીને વાત કરી હતી.આ કાર્યક્રમમાં હિતુ કનોડિયાએ એમની અત્યાર સુધીની સફર વિશે વાતો કરી હતી.હિતુ કનોડિયાએ આ કાર્યક્રમના પાર્ટ-1માં કરિયરની શરૂઆત અને સંઘર્ષની વાતો કરી હતી.પાર્ટ-2માં પણ હિતુ કનોડિયાએ અભિનેતાથી નેતા સુધીની બાકીની સફર વિશે પણ કેટલીક અજાણી વાતો કરી હતી.પાર્ટ-2 જોતા પહેલા પાર્ટ-1 જોવા અહી આપેલી લિન્કનો ઉપયોગકરશો.https://www.divyabhaskar.co.in/news/DVB-DBV-LCL-my-success-story-with-hitu-kanodia-mona-thiba-gujarati-news-5960779-NOR.html?version=1

 • Dabang attacked the girl brutally when she opposed the flirting 00:47
  સમાચાર

  ખેતરમાં એકલી જોઈને યુવતીની કરી છેડતી, આનાકાની કરતાં જ યુવકે માર મારીને બનાવ્યો વીડિયો

  બિહારના ગયાની એક શરમજનક કહી શકાય તેવી ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો જેમાં એક આશિક દ્વારા યુવતીને માર માર્યો હોવાની કરતૂત કેદ થઈ હતી. ભોગ બનનાર યુવતીની મદદ પણ કોઈએ કરી નહોતી. બાદમાં યુવતીએ પોતાની વ્યથા વર્ણવતાં કહ્યું હતું કે આ યુવક છેલ્લા ઘણા સમયથી તેની સાથે પ્રેમ કરવાનું દબાણ કરતો હતો સાથે જ જ્યારે પણ તેને મોકો મળે ત્યારે તે પ્રપોઝ કરવાનું પણ ચૂકતો નહોતો. યુવતીની ના હોવા છતાં પણ તે યુવકે તેનો પીછો છોડ્યો નહોતો અને એક દિવસ ખેતરમાં એકલી જોઈને તેની છેડતી કરી હતી.જો કે યુવતી તાબે ના થતાં તેણે આ વીડીયો બનાવરાવ્યો હતો જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેણે કેવી ભયાનક રીતે તે યુવતી સાથે ધોલ-ધપાટ કરી હતી તથા ગંદી ગાળો પણ બોલી હતી. આ ઉપરાંત તે મજનૂએ તેના પરિવારને મારી નાખીને પણ તેને ઉપાડી જશે તેવી ધમકી આપી હતી

 • I will Quit power for Justice said Cabinet Minister Kunvarji Bavaliya in Vinchhiya 00:36
  સમાચાર

  વીંછિયામાં વેપારી પર થયેલા ફાયરિંગમાં ન્યાય માટે સત્તા છોડી દઇશું: કુંવરજી બાવળિયા

  વીંછિયા: થોડા દિવસ પહેલા જૂની અદાવતમાં વીંછિયામાં ઓફસેટના વેપારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. વેપારી ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. વેપારી પર થયેલા ફાયરિંગ મામલે આજે વીંછિયાના નવા બસસ્ટેન્ડમાં રાજકીય નેતાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફાયરિંગ મામલે સરકારને રજૂઆત કરીશું અને જો ન્યાય માટે સત્તા છોડવાની જરૂર પડશે તો તે પણ છોડી દઇશું.

 • live kidnapping of a girl by family in fatehabad 01:42
  સમાચાર

  યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારવાળા, ઘરમાં ઘૂસીને દીકરીનું જ અપહરણ કર્યું

  વાત છે હરિયાણાના ફતેહાબાદની જેમાં એક યુવકે પ્રેમલગ્ન કર્યા હતા જેના લીધે હવે તેના માથે જીવનું જોખમ છે સાથે જ તેની પત્નીને પણ સાસરિયાવાળા અપહરણ કરીને લઈ ગયા હતા. રાજપાલ નામના યુવકે સપ્ટેમ્બરમાં જ પ્રેમલગ્ન કર્યા હતા, તે યુવતીના પિતા અને અન્ય સંબંધીઓને જો કે આ વાત સહેજ પણ ગમી નહોતી. આથી એક દિવસ આ લોકો એક બોલેરો ગાડીમાં આઠેક જણાને ભરીને સીધા જ તેના ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાં ચા બનાવતી તે યુવતી કંઈ સમજે તે પહેલા તો તેને ઉપાડીને ગાડીમાં નાખી હતી અને રફૂચક્કર પણ થઈ ગયા હતા. આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. શરૂઆતમાં તો ફરિયાદ લેવાની પણ ના પાડતી પોલીસે બાદમાં આરોપીઓને ધરપકડ પણ આ જ સીસીટીવીના આધારે કરી હતી.

 • Rakesh Barot Song 01:06
  સમાચાર

  Rakesh Barot Song

  Rakesh Barot Song. .

 • Visit of PM Modi to Sikkim today to inaugurate the 1st airport of the state 01:10
  સમાચાર

  આજે દેશમાં એરપોર્ટની સેન્ચુરી પૂરી થઈ- સિક્કિમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોદી

  ગંગટોક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સિક્કિમ પહોંચ્યા. અહીંના પાક્યોંગમાં તેમણે રાજ્યના પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ પણ હાજર રહ્યા. આ એરપોર્ટ સમુદ્રના તળિયેથી 4500 ફૂટની ઊંચાઈ પર બન્યું છે. વડાપ્રધાને અહીંયા એક જનસભા પણ સંબોધી. તેમના ભાષણની શરૂઆત તેમણે સ્થાનિક ભાષાથી કરી. મોદીએ કહ્યું કે આ એરપોર્ટ સાથે ભારતમાં કુલ એરપોર્ટની સંખ્યા 100 થઈ ગઈ છે.

 • Dandiya Queen Falguni Pathak Garba in Chicago 01:53
  સમાચાર

  અમેરિકામાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે યુવાધન હિલોળે ચઢ્યું

  અમેરિકાઃ શિકાગોમાં નવરાત્રિ પહેલાંનો થનગનાટ જોવા મળ્યો હતો. શિકાગોમાં પ્રિ નવરાત્રિનું ધમાકેદાર આયોજન કરાયું હતું. જેમાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે ધૂમ મચાવી હતી. ફાલ્ગુની પાઠકના તાલે યુવાધન હિલોળે ચઢ્યું હતું. પારંપરિક વેશભૂષામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબે રમવા માટે આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. વધુ વીડિયો માટે જોતાં રહો દિવ્ય ભાસ્કર ડોટ કોમ

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો 01:18

  જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો

 2. ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ 00:43

  ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ

 3. શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ 01:31

  શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ

 4. કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી 00:55

  કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી

 5. ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક 02:08

  ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક

TOP