અમદાવાદની યુવતીએ ઓનલાઇન ઘીનો ડબ્બો મંગાવ્યો, પાર્સલમાં નિકળી ઇંટ

Jan 16,2020 12:13 AM IST

અમદાવાદ: શહેરમાં ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હવે ઓનલાઇન ઘીનો ડબ્બો મંગાવતા તેમાં ઇંટ નિકળ્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારોલ વિસ્તારમાં શ્રી હરિ રેસીડ્ન્સીમાં રહેતી યુવતી પુર્વી દાણીધારિયાએ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં દેશી ઘીનો ડબ્બો મંગાવ્યો હતો. ઓનલાઈન ઓર્ડર 8મી જાન્યુઆરીએ કરાયા બાદ આજે જ્યારે ફ્લિપકાર્ટનો ડિલીવરી બોય આ ઓર્ડરનુ પાર્સલ લઈને યુવતીના ઘરે આવ્યો હતો. જ્યારે પાર્સલ ખોલતા દેશી ઘી ના ડબ્બાની જગ્યાએ ઈંટ નીકળતા જ યુવતીએ શહેર પોલિસને જાણ કરીને ડીલિવરી બોયને પકડી રાખી નારોલ પોલિસને સોંપીને ફિલપકાર્ટ કંપની સામે છેતરપિંડીની ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. યુવતી એ આ ડિલીવરી બોય પાર્સલ મુકીને ભાગે તે પહેલા તેને રુમમાં પુરીને પોલીસને જાણ કરી હતી.