DPSએ ફીમાં રૂ.12 હજાર સુધી વધારો કર્યો, વાલીઓના દેખાવો

Mar 19,2017 5:51 PM IST

અમદાવાદઃબોપલની દિલ્હી પબ્લિક સ્કૂલમાં પ્રિ પ્રાઈમરી, પ્રાઈમરી, સેકન્ડરી-હાયર સેકન્ડરીમાં શૈક્ષણિક વર્ષ 2017-2018 માટે કરાયેલા 12 થી 14 ટકા ફી વધારાના વિરોધમાં વાલીઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ડીપીએસે શૈક્ષણિક ફી, ગણવેશ ફી, ટ્રાન્સપોર્ટેશન ફી મળીને વાર્ષિક સરેરાશ રૂ. 10,000થી 12,000 સુધીનો વધારો કર્યો છે. વાલીઓએ આ ફી વધારાની માહિતી આપી તેને પાછો ખેંચવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. શનિવારે સ્કૂલ બહાર વાલીઓએ વધારો પાછો ખેંચવાની માગણી કરતાં બેનર ફરકાવ્યા હતા. વાલીઓને સ્કૂલના ઓએસડીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમણે પ્રિન્સિપાલને મળવા માટેનો આગ્રહ રાખ્યો હતો. વાલીઓના વિરોધને પગલે સ્કૂલે ગેટ બહાર બાઉન્સરો ગોઠવી દીધા હતા. પરાગ ગાંધી નામના વાલીએ કહ્યું કે,‘ફી વધારો પાછો ખેંચવો પડશે. નહીં તો આંદોલન કરાશે.