ચોરી / નિકોલમાં 12 વર્ષના બાળકે 7 લાખના દાગીના ભરેલી બેગ ચોરી, લગ્નના વીડિયોમાં કેદ

Feb 12,2019 3:42 PM IST

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં લગ્નની સીઝન ચાલી રહીં છે જેમાં તસ્કરો પણ હાથ અજમાવી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં ચોરી માટે નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં 12 વર્ષનો ટાબરીયો રૂ. 7 લાખની કિંમતના દાગીના ભરેલી બેગ લઈ નાસી જવામાં સફળ રહ્યો છે.