ચોટીલા નજીક ટ્રક-કાર વચ્ચે અકસ્માત, વઢવાણના દરજી પરિવારનાં 3 બાળકો સહિત 6નાં મોત

Nov 17,2018 9:56 PM IST

સુરેન્દ્રનગરઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં વઢવાણના દરજી પરિવારના 6 સભ્યોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર ડ્રાઈવરની નાનકડી ભુલથી કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક સાથે ઘડાકાભેર અથડાતાં સ્થળ પર જ 6 લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. વઢવાણના દરજી પરિવાર પર આભ ભાટ્યું. એક જ પરિવારના પતિ-પત્ની અને વૃદ્ધ માતા સહિત 3 બાળકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. આ સાથે પરિવારના અન્ય 2 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.