બેદરકારી / સુરત સિવિલ હોસ્પિટલમાં જીવતા દર્દીને પોસ્ટમોર્ટમ રૂમ બહાર ફેંકી દેવાયો

Jul 02,2019 11:33 AM IST

સુરતઃ વહેલી સવારે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક બિનવારસી દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રી મેડિકલ ઓફિસર દ્વારા દર્દીને મેડિસીન વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે, દર્દી પોસ્ટમોર્ટમરૂમની બહાર ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તબીબોની બેદરકારીને લઈને ઘણા પ્રશ્નો ઉદભવ્યા છે.