• Home
  • Gujarati Videos
  • News
  • A crowd of devotees rushes in to celebrate the festival of Diwali at Shaktipeeth Bahuchrajji

મહેસાણા / દિવાળીના તહેવારોમાં શક્તિપીઠ બહુચરાજીમાં મા બહુચરના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી

Oct 30,2019 9:37 PM IST

મહેસાણા: શક્તિપીઠ બહુચરાજીમાં દિવાળીના તહેવારોમાં માતાજીના દર્શનને લઇને વહેલી સવારથી જ ભકતોની લાંબી કતારો લાગી છે. ‘બોલ મારી બહુચર, જય જય બહુચર’;ના જયઘોષથી મંદિર પરિસર સતત ગૂંજતું રહે છે. દિવાળીથી કારતક સુદ ત્રીજ સુધીમાં અંદાજે ચાર લાખથી પણ વધુ માઇભક્તોએ મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રિકોને દર્શનમાં તકલીફ ન પડે તે માટે દર્શનાર્થી ભાઈઓ અને બહેનોની અલગ અલગ લાઈનની વ્યવસ્થા કરાઈ છે. જો કે, હાઇવે ઉપર વાહનોની લાંબી કતારોથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.