સફેદ દૂધનો કાળો કારોબાર, બ્રાન્ડેડ દૂધની કોથળીઓમાંથી અડધુ દૂધ કાઢીને આમ થાય ભેળસેળ

Dec 02,2018 12:13 PM IST

મુંબઈમાં દૂધમાં થતી ભેળસેળની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ભાંડુપ વિસ્તાર સ્થિત તુલસીપાડા પરિસરમાં બ્રાન્ડેડ દૂધમાં ભેળસેળ થતી હતી. ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક લોકો બ્રાન્ડેદ દૂધની થેલીઓ તોડી તેમાંથી અડધુ દૂધ કાઢી લેતા હતા. આ અડધી થેલીઓમાં ગંદુ પાણી નાખી ચોક્કસ ટ્રીકથી ફરી થેલીઓ સીવી દેતા હતા. સવાર પડતાં જ આ થેલીઓ ઘર-ઘર સુધી પહોંચતી હતી. છેલ્લા કેટલાયે સમયથી ઝૂંપડપટ્ટીની ગંદકીમાં આ ગોરખધંધો ચાલતો હતો. સામાજિક કાર્યકરને આ વાત ધ્યાને આવતા આ અંગે તંત્રને જાણ કરી હતી. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે તવાઈ બોલાવતા આ કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. અધિકારીઓએ દૂધમાં થતી ભેળસેળનો ડેમો કરાવતા સૌ કોઈ ચોંકી ગયા હતા.