રાજકીય સંકટ / બોલીવિયામાં પ્રદર્શન દરમિયાન 9 લોકોના મોત, સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી

Nov 17,2019 9:19 PM IST

બોલીવિયાના કોચાબાંબામાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળ વચ્ચેની અથડામણમાં મરનારાઓની સંખ્યા વધીમને 9 થઈ ગઈ છે. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. સંયુક્ત રાષ્ટ્રના માનવધિકારી હાઈકમિશન કાર્યાલયના પ્રમુખ મિશેલ બાશેલેટે શનિવાર્ બોલીવિયા સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જો અધિકારી આ સંકટને સંવેદનશીલ રીતથી અને આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે નિવેડો નહીં લાવે તો સ્થિતી નિયંત્રણ બહાર થઈ શકે છે.