- Home
- Gujarati Videos
- News
- 72 jinalaya temple in mandavi
કચ્છ જિલ્લામાં આવેલું 72 જિનાલય તીર્થધામ
કચ્છ જિલ્લાના માંડવીથી 11 કિમીના અંતરે કોડાય ગામ પાસે 72 જિનાલય તીર્થધામ આવેલું છે. આ 72 જિનાલયો ભગવાન મહાવીરની 72 દેરીઓ ધરાવતું હોવાથી તેનો મહિમા વધી જાય છે. અતિસુંદર કોતરણીવાળા 72 જિનાલયો આશરે 80 એકર જમીન પર ફેલાયેલા છે. સ્થાનિક લોકો આ તીર્થધામને બોતેર જિનાલય તરીકે જ ઓળખે છે. આ તીર્થધામ 1982ની સાલમાં ગુણસાગર સુરિશ્વરજી મહારાજની સ્મૃતિમાં નિર્મિત કરવામાં આવ્યું હતું. તેનો આકાર અષ્ટકોણીય હોવાથી તેને ભાવિ પેઢીઓ માટે સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે.